ટેકસાસ,
કોઈ પણ છોકરી એ ક્યારેય સાંખી ન લે કે તેનો બોયફ્રેન્ડ તેની પીઠ પાછળ દગો આપે. પણ એક છોકરીને જ્યારે આ વાતની ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે બેવફાઈ કરી રહ્યો છે. તો તેણે સબક શિખવાડવા માટે એવો કાંડ કર્યો કે, સીધી જેલની હવા ખાવાનો વારો આવ્યો. અમેરિકાના ટેક્સાસમાં ૨૩ વર્ષીય એક યુવતી પોતાના બોયફ્રેન્ડના ઘરમાં આગ લગાવાના આરોપસર ધરપકડ થઈ છે. આરોપ એવો પણ છે કે, આ છોકરીએ આગ લગાવતા પહેલા ઘરમાં ચોરી પણ કરી હતી. લોકલ પોલીસે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને શેર કરી છે, જેને વાંચીને સૌ કોઈ ચોંકી ગયા છે.
બેક્સર કાઉંટી પોલીસના જણાવ્યા અનુસાર, ૨૩ વર્ષની સેનાઈડા મૈરી સોટોએ પોતાના બોયફ્રેન્ડને કોલ કર્યો હતો. પણ જ્યારે ફોન પર તેને કોઈ અન્ય મહિલાનો અવાજ સંભળાયો તો, તેને લાગ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેની સાથે ચીટ કરી રહ્યો છે. પછી તો શું. સેનાઈટા નક્કી કર્યું કે, તે તેના બોયફ્રેન્ડને સબક શિખવાડશે. ત્યાર બાદ પ્લાનિંગ અંતર્ગત તેણે આગ લગાવાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર વિભાગને મોડી રાતે પોણા બે વાગે શેફર્ડ રોડથી ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.