લખનૌમાં આજે મુશળધાર વરસાદ પડ્યો હતો. એટલો વરસાદ પડ્યો કે વિધાનસભા પરિસરમાં પાણી ભરાઈ ગયા. આ દરમિયાન કર્મચારીઓ અને વિધાનસભાના સભ્યોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. તેમજ વરસાદને કારણે લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનની છત પણ લીક થઈ ગઈ છે.
યુપી વિધાનસભામાં પાણી ભરાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે. સંકુલમાં પ્રવેશતા વાહનો પાણીમાંથી પસાર થતા જોવા મળે છે. સમગ્ર શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. ત્યારે વરસાદ પહેલા શહેરમાં ક્યાંય પાણીનો ભરાવો ન થાય તે જોવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ અહીં તો વરસાદના કારણે મનપાની છત પણ લીક થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે યુપી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. સાથે જ પરિસરમાં પાણી ભરાઈ જવાના કારણે ધારાસભ્યો અને કર્મચારીઓને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે ભારે વરસાદને કારણે લખનૌ શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ પહેલા મંગળવારે તેરાઈ સહિત પૂર્વ અને દક્ષિણ યુપીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદને કારણે લોકોને થોડી રાહત મળી હતી.