જાંબુઘોડા પંથકમાં સારા વરસાદને લઈ ખેડુતો ડાંગર સહિત વાવણીમાં વ્યસ્ત બન્યા

જાંબુઘોડા પંથકમાં એક અઠવાડિયાથી વરસાદને પગલે ધરતીપુત્રો ડાંગરની વાવણીમાં જોતરાયા હતા.

જાંબુઘોડા પંથકમાં ચોમાસા દરમિયાન સોૈથી વધુ કપાસ તેમજ ડાંગર તથા મકાઈની વાવણી કરવામાં આવે છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે 15 દિવસ મોડો વરસાદ થતાં ડાંગરની વાવણીમાં વિલંબ થયો હતો. જોકે પાછલા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને પગલે ડાંગરની વાવણી શકય બની હતી. અને તાલુકાના તમામ ગામોમાં હાલ ડાંગરની રોપણી વાવણી ચાલી રહી છે. જેથી ધરતીપુત્રોમાં હાલ આનંદની લાગણી છવાયેલી જોવા મળી રહી છે.