વિરપુર દેસાઈ સી.એમ.હાઈસ્કુલમાં 1700 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ હાઈસ્કુલની ફરતે આવેલ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે.ગટરોના પાણી ઉભરાઈ રસ્તા પર વહી રહ્યા છે. હાઈસ્કુલના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ ગટર અને ગંદા પાણીથી ઉભરાતો મોટા ખાડામાં બાળકો પડી જવાનો ભય રહેલો છે. હાઈસ્કુલમાં આવવા-જવા માટેનો રસ્તો હોય તે રસ્તેથી પસાર થઈ શાળામાં જવા બાળકો મજબુર બન્યા છે. તંત્ર દ્વારા આજદિન સુધી યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. ચોમાસુ દરમિયાન કોઈ રોગચાળામાં બાળકો સપડાઈ જાય તેની બીક વાલીઓને સતાવી રહી છે. હાઈસ્કુલની આજુબાજુમાં આવેલ ગંદકીનો કાયમી નિકાલ થાય તેવી ઉગ્ર માંગ બની છે.