દે.બારીઆથી ધાનપુરને જોડતા મુખ્ય માર્ગ પર વેડ ગામે નાળા પર ભરવામાં આવેલો સ્લેબ બેસી જતા અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. આ માર્ગનુ નાળુ ત્રણેક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યુ હતુ. ત્યારે આ નાળાની બાંધકામની કવોલિટી હલકા પ્રકારની હોવાનુ આ સ્લેબ બેસતા દેખાઈ રહ્યુ છે.વળી ધાનપુર-દે.બારીઆને જોડતો મુખ્ય માર્ગ હોય ત્યારે આ માર્ગ પર રોજના હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહેતી હોય છે. ત્યારે વજનદાર વાહન પસાર થાય તો આવી જગ્યા પર ટાયર બેસી જવાથી ફસાવવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ વાહનચાલકોને હાલમાં પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ, પરંતુ જો આવા માર્ગ ઉપરથી પસાર થાય ત્યારે મોટરસાયકલ કે અન્ય વાહનો ફંગોળાવવાની પુરેપુરી શકયતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ બેસેલી જગ્યા પર યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.