દાહોદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ધરમાં દારૂનો વેપલો કરતા એલસીબીએ છાપી મારતા 7,370/- રૂ.ની દારૂ-બિયરની 39 બોટલો મળી આવી હતી. તે અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ચુકયો છે. તેમજ ટીઆરબીની ફરજમાં વાહનચાલકો પાસે રૂપિયાનુ ઉઘરાણુ કરતાની ફરિયાદ મળતા એસપીએ તેને ફરજ મુકત કર્યો હતો. બી-ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઈ હતી.
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડોરી ફળિયામાં રહેતો અને દાહોદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સુનીલ રામસીંગ બારીયા તેના ધરે દારૂનો જથ્થો રાખી વેપલો કરતો હોવાની બાતમી દાહોદ એલસીબી પીઆઈ સંજય ગામેતને મળી હતી. જે બાતમીના આધારે ટીમે તેના ધરે રેઈડ કરતા સુનીલ બારીયા ધરે હાજર મળી આવ્યો હતો. તેના ધરમાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂ અને બિયર ટીનની 39 બોટલો જેની કિ.રૂ.7,370/-જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર સુનીલ બારીયા અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ચુકયો છે. એલસીબીએ સુનીલ બારીયા સામે દાહોદ બી-ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.