ગોધરા તાલુકાના કોટડા ગામે સર્વે નં.-18 પૈકી 2 વાળી સંયુકત માલિકીમાં વેચાણ રાખેલ જમીનમાં માપણી નહિ કરવા દઈ આરોપીઓ ગેરકાયદેસર કબ્જો કરી લેતા ફરિયાદ

ગોધરા તાલુકાના કોટડા ગામે સર્વે નં.-18 પૈકી 2 વાળી જમીન ફરિયાદીની સંયુકત માલિકીમાં વેચાણ લીધેલ હોય ડી.આઈ.એલ.આર.ની કચેરીથી જમીન માપણી કરવા આવેલ હોય આરોપી ઈસમોએ આ જમીન અમારી છે આ જમીનમાં વર્ષોથી અમો ખેતી કરીએ છીએ તેમ કહી સંયુકત ભાગીદારી વાળી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરવા બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોધરા તાલુકાના કોટડા ગામે હાર્દિકસિંહ કિરણસિંહ પરમાર(રહે.બાપુનગર, વાવડીબુઝર્ગ)સર્વે નં.-18 પૈકી 2 વાળી જમીન સંયુકત માલિકીમાં વેચાણ લીધેલ હોય તે જમીન માપણી માટે ડીઆઈએલઆર કચેરીથી કર્મચારીઓ આવેલ હતા. ત્યારે આરોપી ઈસમો કાંતિભાઈ ચુનીલાલ સીકલીગર, જશવંતલાલ ચુનીલાલ સીકલીગર, સુરેશ જયંતિલાલ સીકલીગર(રહે.કાંસુડી, રેલ્વે સ્ટેશન સામે,)જમીન માપણી કરતા રોકવામાં આવ્યા હતા. અને આ જમીન અમારી છે આ જમીનમાં વર્ષોથી ખેતી કરીએ છીએ તેમ કહીને ફરિયાદીની સંયુકત ભાગીદારી વાળી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી લેતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)અધિનિયમ 2020ની કલમ 3, 4(3), 5 (સી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.