ટ્રેનના મુસાફરોને હવે જનરલ કોચની ગેલેરી, ગેટ, કે ટોયલેટમાં ઉભા રહીને મુસાફરી નહિ કરવી પડે. રેલ્વે 130 એકસપ્રેસ ટ્રેનોનમાં સામાન્ય શ્રેણીના 121 કોચ વધારવા જઈ રહ્યુ છે. આ તમામ ટ્રેનો રતલામથી ચાલે છે કે પછી રતલામ મંડળમાંથી પસાર થાય છે. તેમાં 46 ટ્રેનોમાં જનરલ કોચ લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. બાકી 84 મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચ નવેમ્બરથી જોડાવવાનુ શરૂ કરવામાં આવનાર છે. તેમાં રતલામથી દિલ્હી, મુંબઈ, જયપુર, ઉદયપુર, હૈદરાબાદ, ચૈન્નઈ, કોલકત્તા, રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે. વરીષ્ઠ જન સંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યુ હતુ કે,જનરલ કોચના મુસાફરી સુવિધાને ઘ્યાનમાં રાખીને ધીમે ધીમે જનરલ કોચ વધારવામાં આવી રહ્યા છે. રતલામ મંડળની ઈન્દોૈર-મુંબઈ સેન્ટ્રલ, ઈન્દોૈર, ડો.આંબેડકર નગર, શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ડો.અંબેડકર નગરમાં એક-એક કોચ તારીખ 1 થી 4 ઓગસ્ટથી દોડી દેવામાં આવશે. આ સિવાય અન્ય ટ્રેનોમાં પણ જનરલ કોચ વધારવાની યોજના છે.