ગોધરા ભુરાવાવ કૈલાશ પર્વત હોટલ પાસે મહિલા અને યુવાન એ લુણાવાડા તાલુકાના યુવાનને પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાનો વિશ્વાસ આપી 50,000/-રૂપિયા પડાવી ઠગાઈ કરવાના ગુનામાં બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજુ કરી ભેજાબાજ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના ભોજ ગામના સચીનકુમાર અરવિંદભાઈ પટેલને આરોપીઓ દિપીકાબેન મુકેશભાઈ રાઠોડ(રહે.કાલોલ, હોળી ચકલા ફળિયા), નિસાંક નુપેનભાઈ પાઠક(રહે.જોય બંગ્લોઝ, કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાજુમાં)બંને ભેજાબાજોએ ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં કૈલાર પર્વત હોટલ પાસે ફોર વ્હિલમાં આવ્યા હતા અને સચીન પટેલને પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો અને રૂ.50,000/-રોકડા તેમજ ડોકયુમેન્ટ લઈને છેતરપિંડી વિશ્વાસધાત કર્યાની ફરિયાદ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ દિપીકાબેન રાઠોડ, અને નિસાંક નુપેનભાઈ પાઠકને ઝડપી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલ બંટી-બબલીને પોલીસે કોર્ટમાં રજુ કરી અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.