દાહોદ શહેરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે જેટલા અજાણ્યા ગઠીયાઓએ નકલી આરટીઓ ઈન્સ્પેક્ટરની ઓળખ આપી ટુ વ્હીલર ગાડી પર જઈ રહેલા એક 73 વર્ષિય વૃધ્ધ વેપારીને રસ્તામાં ઉભા રાખી વૃધ્ધ વેપારીને વિશ્વાસમાં લઈ વૃધ્ધે શરીરે પહેરી રાખેલ સોનાના દાગીના કિંમત રૂા. 4 લાખના લઈ ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા.23મી જુલાઈના રોજ દાહોદ શહેરના પુરબીયાવાડ વિસ્તારમાં પટેલ ફળિયામાં રહેતા 73 વર્ષિય વેપારી રમેશભાઈ નાનાલાલ સોની દાહોદ શહેરના ગોવિંદનગર ખાતેથી પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર પસાર થઈ રહેલા બે અજાણ્યા ઈસમો રમેશભાઈ પાસે આવી રમેશભાઈને કહેવા લાગેલ કે, મે આરટીઓ ઈન્સ્પેક્ટર હું, હેલ્મેટ ક્યું નહીં પહેના, બાઈક સાઈડમે કરો, તેમ કહી રમેશભાઈને ટુ વ્હીલર ગાડી સાથે ઉભા રાખી રમેશભાઈને કહેવા લાગેલ કે, આગે ચોકડી પેર એક લેડીસ કો માર કે લુંટ લીયા હે, તુ સોને કી ચેઈન પહેન કે ક્યુ ઘુમ રહા હે, તેરી બેગ મે રખ દે, તેમ કહી રમેશભાઈ પોતાના શરીરે પહેરેલ સોનાના દાગીના જેમાં બે સોનાની ચેઈન પેન્ડલ સાથે અને ત્રણ સોનાની વીટી મળી કુલ રૂા. 4 લાખની કિંમતના સોનાના દાગીના રમેશભાઈ પોતાના શરીરેથી કાઢી પોતાના ખિસ્લામાં મુકવા જતાં બંન્ને અજાણ્યા ઈસમોએ ખિલ્લામાં દાગીના મુકવાની ના પાડી ગાડીની ડિક્કીમાં કાગળના પડીકામાં મુકવા જણાઈ પોતાની પાસેથી કાગળ આપી તેમાં સોનાના દાગી મુકવા જણાવી રમેશભાઈ કાગળમાં પોતાના તમામ દાગીના મુકી પોતાની ટુ વ્હીલર ગાડીની ડિક્કીમાં મુકવા જતાં તે સમયે બે અજાણ્યા ગઠીયાઓએ રમેશભાઈની નજર ચુકવી સોનાના દાગીના જે કાગળમાં મુક્યાં હતાં તે કાગળનું પડીકુ બદલી નાંખી સોનાના દાગીના ભરેલ કાગળનું પડીકુ લઈ ફરાર થઈ ગયાં હતાં.
ત્યાર બાદ રમેશભાઈએ પોતાની ગાડીમાં તપાસ કરી કાગળનું પડીકુ ખોલતા બગસરાની ચેઈન તેમજ નાના પથ્થરો કાગળના પડીકામાં જોવા મળતાં તેઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. આરટીઓ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી આવેલ બે અજાણ્યા ગઠીયાઓએ રમેશભાઈ નાનાલાલ સોની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે રમેશભાઈ નાનાલાલ સોનીએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.