દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં એક અસ્થિર મગજના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ફતેપુરાના સુખસર નગરમાં સંગાડા ફળિયામાં રહેતાં 37 વર્ષિય વિનોદભાઈ વિરસીંગભાઈ કટારા જેઓ છેલ્લા બે વર્ષથી માનસિક રીતે અસ્થિર રહેતા હોઈ જેના કારણે ગત તા.30મી જુલાઈના રોજ પોતાના ઘરમાં જોતરી સાથે ખેસીયુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો દ્વારા આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક વિનોદભાઈના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈશ્વરભાઈ વરસીંગભાઈ કટારાએ સુખસર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.