યોગી સરકારમાં ૬૪ અપરાધિઓની ૨૫૨૪ કરોડથી વધુ સંપત્તિ જપ્ત થઇ અથવા તો બુલડોઝર ચલાવાયું

લખનૌ,

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે માફિયાઓ પર સારી એવી પકકડ જમાવી છે.નવા આંકડામાં આ માહિતી સામે આવી છે.માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૭ માફિયાઓ અને તેના સાથીઓ પર ગુંડા એકટ લગાવવામાં આવ્યો છે.૪૦૫ની વિરૂધ ગેંગસ્ટર એકટ લગાવાયો છે અને ૧૬ની વિરૂધ એનએસએ લગાવવામાં આવ્યો છે.માફિયાઓની વિરૂધ કાર્યવાહીની વિસ્તૃત માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી યોગી દ્વારા અપરાધ અને અપરાધીઓની વિરૂધ ઝીરો ટોલરેસની નીતિ અપનાવતા તેમના આથક સામ્રાજયને વસ્ત કરવાના હેતુથી એટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરી છે.જે હેઠળ યુપી શાસન,પોલીસ મહાનિર્દેશક યુપીના સ્તર પર પ્રદેશના ૬૨ માફિયાઓને પસંદ કરવામાં આવ્યા આ માફિયાઓની વિરૂધ એક યોજનાબધ રીતે કાર્યવાહી કરવા માટે કડક નિર્દેશ શાસન અને પોલીસ મહાનિર્દેશક યુપીથી આપવામાં આવ્યા

આ કાર્યવાહીમાં જનપદીય પોલીસની સાથે સાથે અભિયોજન કાયદા શાખાના અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવી જેમાં સાક્ષીઓને સમયસર સમન્સ મોકલવા,તેની બજવણી કરી સાક્ષીઓને અદાલત સમક્ષ હાજર કરવા,સાક્ષીઓને સુરક્ષા આપવી વગેરે સામેલ છે. આકંડા અનુસાર માફિયાઓની વિરૂધ સતત કાર્યવાહી કરવામાં આવી છે.પ્રદેશના ૨૧ આરોપીઓમાંથી ૧૨ માફિયાઓ અને ૨૯ તેમના સાથી અપરાધી એટલે કે કુલ ૪૧ને દોષસિધ કરવામાં આવ્યા છે જેમાંથી બેને ફાંસીની સજા થઇ છે અને બાકી અન્યને આજીવનકારાવાસ કઠોર કારાવાસ અર્થદંડથી દંડીત કરવામાં આવ્યા છે.

પ્રદેશ સ્તર પર ૬૨ પસંદ કરાયેલા માફિયા અને તેમની ગેંગના સભ્યો સાથીઓની વિરૂધ કાર્યવાહી કરતા તેમના દ્વારા અપરાધથી પ્રાપ્ત કરવામાં આવેલ ૨૫૨૪ કરોડથી વધુની સંપત્તિની જપ્તી,વસ્તીકરણ અથવા ગેરકાયદેસર કબજે કરવામા આવેલ જમીન મુકત કરવામાં આવી છે. આ માફિયાઓ અને તેના સાથીઓમાંથી ૧૯૪ની વિરૂધ ગુંડા એકટ, ૪૦૫ની વિરૂધ ગેંગસ્ટર એકટ,૧૬ની વિરૂધ એનએસએ,૨૮૨ની વિરૂધ ૧૧૦જી સીઆરપીસીની કાર્યવાહી,૬૩ની વિરૂધ ગેંગ રજીસ્ટ્રેશનની કાર્યવાહી,૩૧૮ શ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.