જીલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં પશુ સખી (A-Help) નો તાલીમ શુંભારંભ કાર્યક્રમ યોજાયો

બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, મહિસાગર ખાતે પશુ સખી (A-Help) નો 17 દિવસીય તાલીમ જીલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં શુંભારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા જીલ્લા પશુપાલન વિભાગ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી છજઊઝઈં મહિસાગર (લુણાવાડા)માં A-Help કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહા કુમારીએ પોતાના અનુભવો શેર કરી 25 તાલીમાર્થી બહેનોને સારી તાલીમ લઈ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશો પણ આપ્યો હતો.

આ પ્રસંગે ડી.આર.ડી.એ. ડાયરેક્ટર ચંદ્રિકાબેન ભાભોરે બહેનોને શિક્ષણ અંગેની માહિતી પુરી પાડી શિક્ષણથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. અને પશુપાલન અધિકારીએ પણ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી જીલ્લા મેનેજર પી.આર.બારોટ પણ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.

સંસ્થાના ડાયરેક્ટર વિશાલ અગ્રવાલએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ડીએલએમ હરીશચંદ્ર રાઠોડ, કાર્યક્રમ સંયોજક હરીશચંદ્ર હઝુરી, માસ્ટર ટ્રેનર્સ વી.ડી.ગામીત, જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.