ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ખાતે કૃભકો દ્વારા સહકારી સશક્તિકરણ ઝૂંબેશ કાર્યક્રમ યોજાયો

તા. 31.07.2024 બુધવારના રોજ વિશ્વની અગ્રણી ખેડૂતોની સહકારી સંસ્થા કૃષક ભારતી કો. ઓપેરેટિવ લિમિટેડ કૃભકો દ્વારા એપીએમસીમાં ગોધરા ખાતે ગોધરા સંસ્થાના ચેરમેન પ્રવિણસિહ એસ. રાઉલજીના અધ્યક્ષ સ્થાને સહકારી સશક્તિકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યકમમાં પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ ડી.રાઉલજી, ગોધરા તાલુકા સંઘના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જીલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન ખુમાનસિંહ ચૌહાણ, કૃભકોના આર.જી.બી., નવી દિલ્હી અશ્વિનભાઈ પટેલ, કૃભકો વડોદરાથી એરિયા મેનેજર જયેશભાઈ પટેલ, પંચમહાલ અને દાહોદ જીલ્લાની મંડળીઓ માંથી મંડળીના સેક્રેટરીઑ, એગ્રી ઈનપૂટ્સના રિટેલર મિત્રો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં કૃભકોની સહકારી પ્રવૃતીઑ વિશે અને જિલ્લામાં સહકારી સશક્તિકરણ માટે શું પ્રયાસ કરી,સહકારી માળખાને મજબૂત કરવા માટેની ચર્ચા, કૃભકો સિટી કોમ્પોસ્ટ, જૈવિક ખાતર, રાસાયણિક ખાતરના સપ્રમાણ ઉપયોગ, વાપરવાની રીત તેમજ ઉપયોગિતા અને કૃભકોની ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ખેડૂતોમાં જાગૃતા આવે અને વાપરે એ વિષે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન અરજી માટેની માહિતી આપવામાં આવેલ.

આ કાર્યક્રમનું સફળ આયોજન કૃભકો ગોધરાના અધિકારી સિનિયર ક્ષેત્રીય પ્રતિનિધિ ઝિયાઉદ્દીનએ બાદી દ્વારા કરાયું હતું. સદર કાર્યકમમાં બજાર સમિતિની વિવિધ પ્રવુતિઓ અને સિદ્ધિઓની માહિતી સંસ્થાના ચેરમેન દ્વારા આપવામાં આવી હતી.