મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા ખોલી તિજોરી, ૭ મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે પોતાની ખજાનો ખોલી દીધો છે. મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની અયક્ષતામાં ઉદ્યોગ વિભાગની કેબિનેટ સબ-કમિટીએ ૮૧ હજાર ૧૩૭ કરોડ રૂપિયાના સાત મેગા અને સુપર મેગા પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.તેમાં ઈલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર ચિપ, ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મરાઠવાડા, વિદર્ભની સાથે કોંકણમાં પણ મોટા પાયે રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશાળ લિથિયમ બેટરી ઉત્પાદન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ નાગપુર ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં કુલ ૨૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. ૫૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન થશે જેએસડબ્લ્યુ ગ્રીન મોબિલિટી લિમિટેડ કંપની ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહન ઉત્પાદનમાં ભારે રોકાણ કરનારો રાજ્યનો પહેલો મેગા-પ્રોજેક્ટ છે.આ પ્રોજેક્ટ છત્રપતિ સંભાજીનગરમાં શરૂ થશે. આ પ્રોજેક્ટમાં કુલ ૨૭ હજાર ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે અને ૫૨૦૦થી વધુ નોકરીઓનું સર્જન થશે. આ પ્રોજેક્ટ વાષક ૫ લાખ ઈલેક્ટ્રિક પેસેન્જર કાર અને ૧ લાખ કોમશયલ કારોનું નિર્માણ કરવાની યોજના છે.

આરઆરપી ઈલેક્ટ્રોનિક્સ કંપની તલોજા-પનવેલ, જીલ્લા દ્વારા સેમિકન્ડક્ટર ચિપ્સના નિર્માણ માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ઘણા વધુ જિલ્લાઓ સામેલ થશે. આ મહારાષ્ટ્રમાં પહેલી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટના પહેલા ચરણમાં ૧૨ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ૪૦૦૦ થી વધુ નોકરીઓનું સર્જન થશે. પ્રોજેક્ટનું કામ પાયલોટ પ્રોજેક્ટના આધાર પર મહાપે, નવી મુંબઈમાં સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચાલુ થશે.

સરકારનો દાવો છે કે આનાથી રાજ્યમાં લગભગ ૨૦ હજાર લોકોને સીધી રોજગારી ઉપલબ્ધ થશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, ઉદ્યોગ મંત્રી ઉદય સામંત, મુખ્ય સચિવ સુજાતા સૈનિક, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.