
કોલકતા,
પશ્ચિમ બંગાળમાં આગામી મહીને એટલે કે ડિસેમ્બરમાં મોટો ખેલા થશે.ભાજપ ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે આ દાવો કર્યો છે પોલે દાવો કર્યો છે કે ટીએમસીના ૩૦થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેમણે કહ્યું કે ડિસેમ્બર બાદ રાજયમાં ટીએમસીની સરકાર તુટી પડશે.એ યાદ રહે કે અગ્નિમિત્રા પોલે એવા સમયે આ દાવો કર્યો છે જયારે વિરોધ પક્ષના નેતા શુભેદુ અધિકારી છેલ્લા કેટલાક સમયે એ દાવો કરતા આવ્યા છે કે ડિસેમ્બરમાં ટીએમસીની સરકાર રહેશે નહીં અધિકારી બાદ હવે ભાજપ ધારાસભ્યે આ દાવો કર્યો છે.
અગ્નિમિત્રા પોલે કહ્યું કે ડિસેમ્બરમાં બંગાળમાં મોટો ખેલા થશે ૩૦થી વધુ ટીએમસી ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે.ટીએમસી ધારાસભ્યો જાણે છે કે ડિસેમ્બર બાદ તેમની સરકાર લાંબો સમય ચાલશે નહીં આવામાં તેમનું અસ્તિત્વ દાવ પર છે.પોલે કહ્યું કે હું એક સાધારણ નેતા છું અમારૂ હાઇકમાન્ડ અને વિરોધ પક્ષના નેતા કહે છે કે જે રીતે રાજય ચાલી રહ્યું છે સરકાર ડીએ આપી શકતી નથી વળતર કરવામાં અસમર્થ છે નોકરી મળી રહી નથી આ અમારા હાઇકમાન્ડના નેતૃત્વ અને વિરોધ પક્ષના નેતાએ પોતાના રાજનીતિક અનુભવથી કહી રહ્યાં છે અમે જે સાંભળી રહ્યાં છે તેનાથી ડિસેમ્બરમાં કંઇક થનાર છે.
આ પહેલા શુભેેદુ અધિકારીએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર બાદ રાજયમાં ટીએમસી સરકારનું અસ્તિત્વ રહેશે નહીં અને પ્રદેશમાં વિધાનસભાની ચુંટણી લોકસભા ચુંટણીની સાથે ૨૦૨૪માં થશે તેમણે કહ્યું હતું કે કેટલાક મહીના રોકાઇ જાવ આ સરકાર બંગાળમાં સત્તામાં રહેશે નહીં મારી વાત માની લોકો આ વર્ષ ડિસેમ્બર સુધી બંગાળમાં ટીએમસી સરકાર સત્તામાં રહેશે નહીં એ યાદ રહે કે ગત કેટલાક મહીનામાં અધિકારી વારંવાર દાવો કરી રહ્યાં છે વિરોધ પક્ષના શાસનવાળા રાજયો ઝારખંડ રાજસ્થાન અને બંગાળમાં મહાષ્ટ્ર જેવી સ્થિતિ થશે