
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને સાઉથ દિલ્હીમાં એક બિલ્ડિંગના બે ફ્લોર ૩૭ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. પંચશીલ પાર્ક વિસ્તારમાં આવેલું આ એ જ બિલ્ડિંગ છે જ્યાં આર્યનની મમ્મી ગૌરી ખાનનું બાળપણ પસાર થયું હતું. મે મહિનામાં આર્યને એના માટે ૨.૬૪ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ભરી હતી. એ મકાનને ગૌરીએ ડિઝાઇન કર્યાં છે. આર્યને પહેલી વખત પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે.
આ પહેલાં શાહરુખની દીકરી સુહાના ખાને પણ ગયા વર્ષે અલીબાગમાં ૧૨.૯૧ કરોડ રૂપિયામાં પ્રૉપર્ટી ખરીદી હતી. આ વર્ષે પણ તેણે અલીબાગમાં વધુ એક પ્રૉપર્ટી દસ કરોડમાં ખરીદી હતી. બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. થોડા સમય પહેલાં અભિષેક બચ્ચન અને આર. માધવને પણ ફ્લેટ્સ ખરીદ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચને સાઉથ દિલ્હીના ગુલમહોર પાર્કમાં આવેલી પ્રૉપર્ટી ૨૩ કરોડ રૂપિયામાં વેચી હતી.