
અભિનેત્રી ઉપાસના સિંહ તેના કોમિક ટાઈમિંગ માટે જાણીતી છે. અભિનેત્રી વર્ષોથી ઉદ્યોગમાં સક્રિય છે અને તેની કોમેડીથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. ઉપાસના ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી હતી.. ઉપાસનાએ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવવા માટે સખત મહેનત કરી છે. અભિનેત્રીએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. એકવાર દક્ષિણના એક નિર્દેશકે ઉપાસનાને હોટલમાં સિટિંગ માટે બોલાવી હતી, જેના કારણે તે ખૂબ ગુસ્સે થઇ હતી .
એક જાણીતા મીડિયા સાથે વાત કરતાં ઉપાસનાએ કહ્યું, મારે ફિલ્મો છોડવી પડી હતી. હું નામ નહીં લઉં, પરંતુ દક્ષિણના એક નિર્દેશક છે તેમણે મને અનિલ કપૂર સાથે સાઇન કરી હતી. મેં આ વાત મારા સંબંધીઓને જણાવી હતી. ડિરેક્ટરે મને સિટિંગ માટે રાત્રે હોટલમાં બોલાવી હતી. તે સમયે હું માત્ર ૧૭ વર્ષની હતી અને ખૂબ જ ભોળી હતી. મેં તેમને કહ્યું કે હું સવારે આવીશ કારણ કે મારી પાસે વ્હિકલ નથી. તેથી તેણે કહ્યું કે તે મારા માટે કાર મોકલશે. પછી તેણે મને કહ્યું કે તમને સિટિંગનો અર્થ ખબર નથી? તમારે આ લાઇનમાં આવવા માટે સિટિંગ કરવું પડે છે.
તેમણે ઉમેર્યું: હું એક શીખ સ્ત્રી છું. મને ખૂબ ગુસ્સો આવ્યો. તે મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે? મેં તેમની ઓફિસમાં તેમને ઠપકો આપ્યો અને કહ્યું-તમે મારા પિતાની ઉંમરના છો. તમે મારા વિશે આવું કેવી રીતે વિચારી શકો છો?અને હું ખૂબ રડું છું. મને યાદ છે કે હું બાંદ્રાની શેરીમાં ચાલતી હતી રડતી હતી અને વિચારતી હતી કે હું એ લોકોને શું જવાબ આપીશ જેમને મેં કહ્યું છે કે હું અનિલ કપૂર સાથે ફિલ્મ કરી રહી છું. હું મુંઝાઇ ગઇ હતી. સાત દિવસ સુધી ઘરની બહાર નીકળી ન હતી. ત્યારે મારી માતાએ મને હિંમત આપી અને કહ્યું કે મેં યોગ્ય કામ કર્યું છે.’