બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ૠષિકેશ પટેલના ભાઇની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઇ જીતુ પટેલની દુકાને પાંચથી ૬ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેઇન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો. બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટનાને લઇ ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કેટલાક વ્યક્તિઓ આવે છે અને મારામારી કરવા લાગે છે, બાદમાં મેડિકલ સ્ટોરના સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરી માર મારવાની કોશિષ કરે છે પરંતુ કેટલાક લોકો તે અસામાજિક તત્વને રોકવાનો પણ પુરતો પ્રયાસ કરે ત્યારબાદ મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કરો છે.