સાયબર ફ્રોડનો અવિરત ભોગ બનતાં લોકો:૧૦ ભોગ બનનારે રૂ.૭.૬૮ ગુમાવ્યાં

સાયબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ ૧૦ વ્યક્તિઓ ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા હતા. જેમાં પોલીસે તપાસ હાથ ધરી ભોગ બનનારને ૭.૬૮ લાખની રકમ પરત અપાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ સાયબર ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ અમિતકુમાર, મનીષભાઈ સહિતના ઓએ ઓનલાઈન છેતરપિંડી ના આઠ કિસ્સાઓમાં અરજદારોને રૂપિયા ૨.૦૫ લાખની રકમ પરત અપાવી હતી.જેમાં એક અરજદારે ટેલિગ્રામ ચેનલ બીટકોઈન વિજય ટ્રેડર્સના માયમથી બીટકોઈનમાં રોકાણ કરવા જતા ૩૪,૨૫૦ ગુમાવ્યા હતા. અન્ય અરજદારને અજાણ્યા શખસે કોલ કરી તેમના સગા બોલતા હોય તેવું કહી તાત્કાલિક હોસ્પિટલમાં પૈસાની જરૂર છે જણાવી રૂપિયા ૭૦૦૦ નું ફ્રોડ કર્યું હતું.

મહિલા અરજદાર સાથે શેરબજારમાં ટ્રેડિંગમાં પૈસા કમાવાની લાલચ આપી ૧૦,૦૦૦ નું ફ્રોડ થયું હતું અન્ય એક અરજદાર સાથે ફેસબુકમાં ૧૩,૦૦૦ પૈસાની માંગણી કરી ફ્રોડ થયું હતું. અન્ય કિસ્સામાં ક્રેડિટ કાર્ડ માટે હેલ્પ લાઈન નંબર પર ફોન કરતા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૩૮,૦૦૦ નું ફ્રોડ કરાયું હતું. જ્યારે એક અરજદારને ગુગલ પેમાં વાઉચર અમાઉન્ટ રીડિંમ કરવાના બહાને ૧૧,૦૦૦ ની છેતરપિંડી થઈ હતી. અન્ય એક કિસ્સામાં વોટ્સએપ હેક કરી રૂ?૦,૦૦૦નું જ્યારે ખેતીની પેદાશોમાં રોકાણ કરી પૈસા કમાવાની લાલચ આપી ૭૧,૭૫૦નું ફ્રોડ થયું હતું.

આ સિવાય એક કિસ્સામાં એક અરજદારે ઓનલાઈન રૂ.૯૩ લાખની કિંમતના કોપરની ખરીદીનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેને માલ મળ્યો ન હતો. આખરે ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઈમ હેલ્પ લાઈનમાં ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે પુરેપુરી રકમ પરત અપાવી હતી. એક અરજદારે વધુ કમાઈ લેવાની લાલચમાં ઈન્સ્ટાગ્રામ પર આવેલી અજાણી લિક્ધ પર ઈન્વેસ્ટમેન્ટ કરતા તેની સાથે રૂ ૧૧ હજારનું ફ્રોડ થયું હતું. જેથી સાયબર ક્રાઈમ પોલીસે ગઠીયાનું બેક્ધ એકાઉન્ટ ફ્રિઝ કરાવી અરજદારને પુરેપુરી રકમ પરત અપાવી હતી.