મંડીથી ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશા નશામાં રહે છે, તેમનો ડ્રગ્સ ટેસ્ટ થવો જોઈએ. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશા સંવિધાનને ઠેસ પહોંચાડે છે.
કંગનાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે હાલતમાં સંસદમાં આવે છે, જે રીતે તર્ક રજૂ કરે છે, તેમને જોઈને લાગે છે કે, તેઓ હંમેશા નશામાં રહે છે.કંગના રાનૌત રાહુલ ગાંધી પર પહેલા પણ પ્રહારો કરી ચુકી છે. કંગનાએ ૧ જૂલાઈ લોક્સભામાં વિપક્ષમાં નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સલાહ આપી હતી કે, કોંગ્રેસ નેતાને અમુક થેરેપી લેવી જોઈએ. ૧૮મી લોક્સભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પરિચર્ચા દરમ્યાન કંગના રાનૌતે રાહુલ ગાંધીના ભાષણને બેજવાબદાર ગણાવ્યું હતું.કંગના રાનૌતે ગત શનિવારે ૨૭ જૂલાઈએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના ઉદ્ધાટન સમારંભમાં કરવામાં આવેલા પ્રદર્શનની પણ આકરી ટિકા કરી હતી. તેમણે સમારંભ એક પ્રદર્શનને ખૂબ જ કામુક ગણાવ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે, અશ્લીલતાનું પ્રદર્શન ઓલિમ્પિક ખેલોને વામપંથીઓ દ્વારા હાઈજેક કરવાનું આ પરિણામ છે.