રાજકોટ કન્યા છાત્રાલયમાં એક નહીં છ-છ વિદ્યાર્થીનીઓ દુષ્કર્મનો ભોગ બની

રાજકોટ કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થીની દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. પણ વાસ્તવમાં એક જ નહી પણ છ-છ જેટલી વિદ્યાર્થીનીઓ દુષ્કર્મનો ભોગ બની ચૂકી છે. આમ રાજકોટના આટકોટનું પટેલ કન્યા છાત્રાલય એકાએક ચર્ચામાં આવી ગયું છે. લાંબા સમયથી છાત્રાલયમાં ગરબડો ચાલતી હતી. આ ઘટસ્ફોટ બીજા કોઈએ નહી પણ ભાજપની મહિલા નેતાએ જ કર્યોછે. તેમણે આ વાત પુરાવા સાથે જણાવી છે. તેમનું કહેવું છે કે જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો દુષ્કર્મનો ભોગ બનનારી યુવતીઓની સંખ્યા વધી પણ શકે છે.

આમ ગુજરાતના શિક્ષણધામો સુરક્ષિત નથી. ઘણી જગ્યાઓ પર આવા ગોરખધંધા ચાલે છે. વિદ્યાથનીઓનું શોષણ કરવામાં આવે છે. ગુજરાતના માથે આ ઘટના કાળા ટીલા સમાન છે. કન્યા છાત્રાલયમાં આવીને કોણ શું શું કરતા? કેવી રીતે છોકરીઓને ફસાવતા હતા? કોણકોણ આમા સામેલ હતુ તેની વિગતો મારી પાસે છે, હવે બધાનો ભાંડો ફોડીશું’.

જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણીએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે, છાત્રાલયમાં એક નહીં છ-છ છાત્રા બની ચુકી છે દુષ્કર્મનો ભોગ બની છે, જેના મારી પાસે પૂરાવા છે. ભાજપનું અને મારૂ નામ આ પ્રકરણમાં ખરડવા પ્રયાસ થતા મારે મેદાનમાં ઉતરવું પડયું છે. વધુમાં આ મહિલા નેતાએ એમ પણ જણાવ્યુંકે, મેં મારી પાસેના તમામ પુરાવા પોલીસને મોકલી આપ્યા છે.

ભાજપના મહિલા નેતાએ એવો પણ દાવો કર્યો છેકે, જો ખરેખર પોલીસ કોઈની ઓળખાણ રાખ્યા વિના, કોઈના દબાવમાં આવ્યા વિના નિષ્પક્ષ અને તટસ્થ રીતે આ કેસની તપાસ કરે તો ભોગ બનનાર યુવતીઓની સંખ્યામાં મોટો આંકડો સામે આવી શકે છે. ઉલ્લેખનીય છેકે, આટકોટ વિદ્યાસંકૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. ભાજપના બે અગ્રણી સામેની દુષ્કર્મની ફરિયાદ બાદ એવી માગ ઊઠી રહી છે કે પોલીસ તટસ્થતાપૂર્વક તપાસ કરે તો પીડિતાની સંખ્યા વધુ હોવાની આશંકા છે. જવાબદારો સામે કડક પગલા લેવાય તેવી આશા છે. ભાજપના મહિલા અગ્રણીએ જણાવ્યુંકે, આ કન્યા છાત્રાલયમાં ઘણા ગોરખધંધા ચાલતા હતા. અહીં આવીને કોણ શું શું કરતા કેવી રીતે છોકરીઓને ફસાવતા હતા તેની વિગતો છે. બધી વિગતો મેં પોલીસને આપી દીધી છે.