મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં 40 જેટલા તળાવો પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યારે તળાવમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને જેને લઈને વહીવટી વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણી બોર્ડ મુકવામાં આવ્યા છે.
વિરપુર તાલુકામાં છેલ્લા સાત દિવસ દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. જેને લઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાં નવા નીર આવ્યા છે. જેને પગલે તળાવમાં ન્હાવા જવુ, કપડા ધોવા, સહિત પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે તળાવના કિનારે અનીચ્છનીય ધટના ના ધટે જેને લઈને ગ્રામ પંચાયતો દ્વારા તળાવના કિનારે ચેતવણીના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે. તાલુકાના અંદાજિત 48 જેટલા તળાવો જે પૈકી 40 જેટલા તળાવોમાં હાલ વરસાદી પાણીની આવક થતાં મહિસાગર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પ્રજાજનો સાથે કોઈપણ પ્રકારની અનીચ્છનીય ધટના ના બને તે હેતુસર તાલુકાના 40 જેટલા તળાવો પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.