
- સ્થળ નિરીક્ષણ કરી વિવિધ કમિટીની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
ખેડા જીલ્લામાં 15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા.

જીલ્લા કલેક્ટરએ એસપી ગ્રાઉન્ડ, હેલિપેડ ગ્રાઉન્ડ અને યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર ખાતે મુલાકાત લઈ કાર્યક્રમ માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમોના સંદર્ભમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, એન્ટ્રી ગેટ, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે સંદર્ભે થયેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન જીલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યું.

આ પ્રસંગે જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પોલીસ અધિક્ષક(એસઆરપીએફ) અતુલ બંસલ, આસિસ્ટન્ટ કલેકટર અંચૂ વિલસન, અધિક નિવાસી કલેકટર ભરત જોશી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.