મહીસાગર જીલ્લામાં 15મી ઑગસ્ટ 2024 સ્વાતંત્ર દિનની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ જીલ્લાના ખાનપુર તાલુકા ખાતે યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે જીલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રીય પર્વ 15મી ઑગસ્ટ 2024ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આપણે સૌએ તેમાં સહભાગી બનીએ. વધુમાં વધુ બાળકો અને ગ્રામજનો આ પર્વની ઉજવણીમાં જોડાઇ તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
સ્વતંત્ર દિનની જીલ્લા કક્ષાની ઉજવણી ખાનપુર તાલુકા ખાતે યોજાનાર છે જેને અનુલક્ષી તમામ સુવિધાઓ જેમ કે પાણીપુરવઠો, વીજળી પુરવઠો, મંડપ, આરોગ્ય જેવી સેવાઓ મળી રહે તેવું આયોજન કરવા સંબધિત વિભાગોને જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેકટર સી.વી. લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીઑ,મામલતદાર,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, સહિત વિવિધ વિભાગના અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.