આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જીલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો એડલ્ટ બીસીજી વેકસીનેશન નો જીલ્લાકક્ષાનો વર્કશોપ જીલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત ડો.જયદીપ ઓઝાઅને ડો.હાર્દિક નકશીવાલા તથા યુએનડીપી નિષ્ણાત ડો.ધર્મેશ ડોમડીયાએ ખાસ હાજર રહીને સમ્રગ કાર્યકમની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી ઝીણવટભરી સમજુતી આપી અને આ કાર્યક્રમ કઈ રીતે પ્રધાનમંત્રી ટી.બી.મુકત ભારતને સાકાર કરવામાં મદદરૂપ થશે તેની માહિતિ આપી. આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા અધિકારી વી.એ.ધ્રુવે સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ પાયલોટ પ્રોજેકટ ખેડા, અરવલ્લી, નર્મદા અને પોરબંદર જીલ્લામાં હાથ ધરવામાં આવશે. જેના પરીણામોની સમીક્ષા બાદ બાકી રહેલ જીલ્લા માટેની પોલીસી બનશે. આ પાયલોટ પ્રોજેકટ હેઠળ ચોકકસ કાઇટેરીયામાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેઓને છેલ્લા પ વર્ષમાં જેને ટી.બી. થયેલ હોય, 60 વર્ષ થી વધુ વર્ષની ઉંમર હોય, ભુતકાળમાં ધુમ્રપાન કરેલ હોય કે હાલમાં કરતા હોય અથવા તો પોતે ધુમપાનની કબુલાત કરે, 1 જાન્યુઆરી 2021 થી નિક્ષય પોર્ટલ પર નોંધાયેલ ટી.બીના દર્દીના નજીકના સંર્પક માં આવતા તમામ, ડાયબીટીશની બિમારી ધરાવતા હોય, જેનો બોડી માસ ઇન્ડેક્ષ (વજન ઉંચાઇ ગુણોતર) 18 કરતા ઓછો હોય તેવા નાગરિકોને જમણા હાથે બીસીજી ની રસી આપવામાં આવશે. જેઓનું અગાઉથી રજીસ્ટેશન ભારત સરકારના આરોગ્ય વિભાગના પોર્ટલ ઝઇ-ઠઈંગ પર કરવામાં આવશે. સેશનના સ્થળે સ્પોટ નોંધણી કરીને પણ રસી મૂકી આપવામાં આવશે.
નોંધનીય છે કે, ટી.બી. એ જાહેર આરોગ્યની સમસ્યા છે. જેને સર્વોતમ રાજકીય નિષ્ઠા,તથા વહીવટી નિષ્ઠા થકી 2025માં નાબુદ કરવા માટેનું વલણ અખત્યાર કરવામાં આવેલ છે. જે માટે જીલ્લા, તાલુકા અને પ્રા.આ.કે.ખાતેની એસબીસીસી ટીમ દ્વારા જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયાસ હાથ ધરવામાં આવશે અને લોકભાગીદારી માટે પ્રયાસો કરવામાં આવશે. એમ જીલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.