શહેરામાં ખેતીલાયક વરસાદ પડતા ખેડુતો ખેતી કામમાં જોતરાયા

શહેરામાં ખેતીલાયક વરસાદ પડતા ખેડુતો ખેતી કામમાં જોતરાયા

શહેરામાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ ખુશાલ થઈને ખેતી કામમાં જોતરાયા હતા. જ્યારે ખેતરના ચાયડા પાણીથી ભરાઈ જતા ખેડૂતો ખેત મજૂરો સાથે ખેતરમાં ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા હતા.

શહેરા તાલુકામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. દિવસ અને રાત્રી દરમિયાન પણ વરસાદની અવરજવર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા. જયારે ખેતરના ચાયડા પાણીથી ભરાઈ જતા ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા હતા. વરસાદી માહોલને લઇને બજારોમાં લોકોની અવર-જવર ઓછી જોવા મળવા સાથે કામ અર્થે નીકળતા લોકો એ છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો. જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં જગતના તાતને આવનારા દિવસમાં સારો વરસાદ થશે તેવી આશા બંધાઈ હતી.