ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાછળ ગંદકીનું તળાવ : જવાબદાર તંત્ર નિષ્ક્રિય

ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્વર મંદીર આવેલ છે. આ મંદિરની આગળ શાકભાજીનું માર્કેટ છે અને મંદિરની અંદર જૂના તાલુકા પંચાયતના ક્વાર્ટર આવેલ છે. આ બંધ પડેલ તાલુકા પંચાયત રહેણાંક મકાનમા હાલ કોઈ રહેતું નથી અને જુના અને ખંડેર હાલતના રહેણાંક હોવાથી અહીં કોઈ રહેતું નથી. જેથી આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ કે હાથલારી, પથારા વાળા લોકો કરે છે. અહીં કોઈ સફાઈ માટે કે કચરો કરતા લોકોને કોઈ કહેનાર નહીં હોવાથી અહીંયાં ગંદકીનો અંબાર જોવા મળે છે. હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામેલ જોવા મળે છે. જેથી જાણાવણીના અભાવે જૂના અને ખંડેર હાલતમા જોવા મળતી આ જગ્યામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ જોવા મળી રહેલ છે.

વરસાદી પાણીની સાથે મંદિરના પાછળના ભાગમાં ગંદકીના કચરાનુ તળાવ જોવા મળે છે. અહીંયા આટલી બધી ગંદકી પ્રત્યે આ જગ્યાનું જવાબદાર તંત્ર બે જવાબદાર કેમ…, વરસાદી માહોલમાં જગ્યાની સંપૂર્ણ સફાઈ કરાવવામાં કેમ નથી આવી…, અહીંયાં ગંદકીના લીધે દુર્ગંધ પણ ફેલાયેલી જોવા મળે છે. તેમજ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ચાલી રહેલ છે, તો જવાબદાર તંત્ર કોઈ સફાઈ ન કરાવી કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપી રહેલ છે કે શું…? આ ગંદકીના તળાવને જલ્દી દૂર કરી જવાબદાર તંત્ર કોઈ ગંભીર પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.