ગોધરા કિશાન સોસાયટીમાંં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી રોડ ઉપર તેમજ ધરોમાં ભરાઈ જતું હોય છે અનેક વખત પાલિકાને રજુઆત કરવા છતાં તેનો નિકાલ થયેલ નથી. વરસાદી પાણી ભરાતાં મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
ગોધરા કિશાન સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ ના અભાવે પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણી રોડ ઉપર તેમજ ધરોમાં પ્રવેશી જતું હોય છે. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી નથી. કિશાન સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. બાળકો તેમજ વડીલોને રસ્તા ઉપર ભરાયેલા વરસાદી પાણી માંથી પસાર થવા મજબુર છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરાય તેવી માંગ છે.