ગોધરા પાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાં કલેકશન એજન્સી દ્વારા આંતરે દિવસે કચરાનું કલેકશન

  • પાલિકા દ્વારા અલગથી ડોર ટુ ડોર કચરાં માટેનો વાર્ષીક વેરો વસુલવામાં આવે છે.
  • પાલિકા દ્વારા કચરાં કલેકશનનો વાર્ષીક વેરો દરરોજ પ્રમાણે હોય તો કચરાનુંં કલેકશન આંતરે દિવસે કેમ ?
  • એજન્સીના કરાર મુજબ નાણાંં ચુકવણામાંં કપાત કરવામાં આવે.

ગોધરા નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાં કલેકશન જે એજન્સી પાસેથી કરાવામાં આવે છે. કચરાં કલેકશન તમામ પાલિકા વિસ્તારના રહેણાંક ગલી-મહોલ્લાઓમાં કચરાંનું કલેકશન કરવાનું એજન્સીને પાલિકા દ્વારા ચુકવણું કરવામાં આવે છે. પાલિકા દ્વારા અલગથી ડોર ટુ ડોર કચરાં કલેકશનના વસુલવામાં આવતા હોય તેમ છતાં કચરાં કલેકશન કરતી એજન્સી આંતરા દિવસે કચરો લેવા માટે આવતી હોય છે. પાલિકા દ્વારા નગરજનો પાસેથી કચરાં કલેકશનના દૈનિક મુજબ વાર્ષીક વેરો વસુલવામા આવતો હોય ત્યારે કચરાં કલેકશન કરતી એજન્સી દ્વારા દરરોજ કચરાં કલેકશન કેમ કરવામાં આવતું નથી. ત્યારે કચરાં કલેકશનના એજન્સીના નાણાં કાપવામાં આવે તેવી રજુઆત પાલિકાના માજી સભ્ય દ્વારા ચીફ ઓફિસરને કરવામાં આવી છે.

ગોધરા નગર પાલિકા વિસ્તારમાંં ડોર ટુ ડોર કચરાંના કલેકશન માટેની કામગીરી એજન્સીને સોંપવામાં આવી છે અને આ એજન્સીને ડોર ટુ ડોર કચરાં કલેકશન ધર દીઠ, મહોલ્લા, ગલીઓ તેમજ બિન રહેણાંક દિન દરરોજ કચરાં કલેકશન કરવાનું રહે છે અને એજન્સીને પાલિકા દ્વારા તે પ્રમાણે નાણાંનું ચુકવણું કરવામાં આવે છે. નગર પાલિકા દ્વારા મિલ્કત માલિકો પાસેથી અલગથી ફરજીયાત વાર્ષીક વેરાની વસુલાત કરવામાં આવે છે, પરંતુ જે એજન્સીને કામ સોંપવામા આવે છે. તે એજન્સી દ્વારા પાલિકાના કોઇપણ વિસ્તારમાં દરરોજ કચરાં કલેકશન કરવામાં આવતું નથી. ડોર ટુ ડોર કચરાં કલેકશન એજન્સી દ્વારા બે દિવસ એટલે આંતરા દિવસે કચરાં કલેકશન કરવામાં આવે છે.

જ્યારે નગરજનો પાસેથી દરરોજ પ્રમાણેનો કચરાં કલેકશનનો વાર્ષીક વેરો વસુલ કરવામાંં આવે છે તો પાલિકાના તમામ વિસ્તારોમાં દરરોજ ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવે જેને લઈ દરરોજ ધર દીઠ નિકળતા કચરાંના નિકાલ થાય જેને લઈ ગોધરા શહેરમાં મુકત થાય જો ડોર ટુ ડોર કચરાં કલેકશન એજન્સી દરરોજ કચરાનુંં કલેકશન કરવામાં ન આવે તો ડોર ટુ ડોર કચરાં કલેકશન એજન્સી સાથે કરાર પ્રમાણે બીલના ચુકવણા માંથી નાણાં કાપવામાં આવે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે દરરોજ કચરાનું કલેકશન ન થતું હોય અથવા આંતરે દિવસે થતું હોય તેવા વિસ્તાર જો નગર પાલિકા દ્વારા કચરાં કલેકશન માટે જે અલગથી વેરો લેવામાં આવે છે. તે વેરા માંંથી બાદ કરવામાં આવે તે જરૂરી છે.

ભુતકાળમાંં ડોર ટુ ડોર કચરાં કલેકશનમાં જે તે સમયના અધિકારી દ્વારા ગોધરા પાલિકાની મિલ્કતોમાંં ધરખમ વધારો કરી જે તે સમયે એજન્સીને લાભ કરી પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડેલ હતુંં. આ મિલ્કત વધારો ગોધરા પાલિકાના વસુલાત વિભાગ તેમજ આરોગ્ય વિભાગની મીલીભગતમાં કરવામાં આવ્યો હતો પરંતુ ગોધરાના જાગૃત નાગરિક દ્વારા તપાસ કરાવતા આ મિલ્કત વધારો ફરીથી યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યાર ભુતકાળના ડોર ટુ ડોર કચરાં કલેકશનના ભ્રષ્ટાચારના રેકર્ડ તપાસ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગોધરા પાલિકાના માજી સભ્ય યાકુબ અ.સલામ બકકર (તપેલી) દ્વારા નગર પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.