કોમર્સ કોલેજ ગોધરા ખાતે ICICI bank દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાયો

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાયો જેમાં આઈસીઆઈસીઆઈ બેંકના (NIIT) અયાઝ ખરાદી તથા ICICI bank ના મેનેજર રાજેન્દ્ર જોધાએ ઉપસ્થિત રહીને કુલ 27 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતા. જેમાંથી અંતે 6 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. સમગ્ર પ્રક્રિયામાં કોલેજના પ્રિન્સિપાલ ડો. અરૂણસિંહ સોલંકી એ તમામ વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે તત્પરતા દાખવી હતી. ઇન્ટરવ્યુ બાદ વિદ્યાર્થી સહિત ICICI bank ના અધિકારીઓએ પણ કોલેજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.