
પાકિસ્તાનની ટીમ જ્યાં પણ જઈ રહી છે ત્યાં તેને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. ટી ૨૦ વર્લ્ડ કપમાં પરાજયનો સામનો કર્યા પછી, તેની ટીમ મહિલા એશિયા કપમાં હારી ગઈ અને હવે પાકિસ્તાન એ ટીમ પણ બાંગ્લાદેશ એ સામેની મેચ હારી ગઈ. ડાવનમાં રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશએ એે પાકિસ્તાન એને ૫ રનના નાના માર્જીનથી હરાવ્યું હતું. એક સમય એવો હતો કે જ્યારે પાકિસ્તાન આ મેચ જીતવાનું નિશ્ર્ચિત જણાતું હતું, પરંતુ અંતે બાંગ્લાદેશના પાર્ટ ટાઈમ બોલરે તરખાટ મચાવીને પાકિસ્તાન-એના મોંમાંથી વિજય છીનવી લીધો હતો.
પાકિસ્તાન એ ટીમને બીજી બિનસત્તાવાર ટેસ્ટ જીતવા માટે ૨૯૬ રન બનાવવાના હતા પરંતુ તે ૨૯૦ રનમાં જ પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે પાકિસ્તાન એ વિરૂદ્ધ પાર્ટ ટાઈમ બોલર રહેલા મહમુદુલ હસન જોયે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં માત્ર ૮ વિકેટ લીધી હતી. એક સમયે પાકિસ્તાને ૨૮૭ રન બનાવ્યા હતા અને તેની ૨ વિકેટ બાકી હતી. એવું લાગતું હતું કે આ ટીમ ચોક્કસપણે જીતશે પરંતુ જોય અને મુરાદે છેલ્લી બે વિકેટ લઈને બાંગ્લાદેશ-એને ઐતિહાસિક જીત અપાવી હતી.
મહમુદુલ હસન જોયે માત્ર બોલથી જ અજાયબી દર્શાવી ન હતી. બાંગ્લાદેશ-છના કેપ્ટને બંને ઇનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જોયે પ્રથમ ઇનિંગમાં ૯૦ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા. તેના પછીના દાવમાં ફરી તેના બેટમાંથી ૬૫ રન આવ્યા. જોયની વિસ્ફોટક ઓલરાઉન્ડ રમતને કારણે, બિનસત્તાવાર ટેસ્ટ મેચ શ્રેણી ૧-૧થી ડ્રો થઈ હતી. પાકિસ્તાન-એ પ્રથમ મેચ ૧૪૮ રને જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે બે મેચની વનડે શ્રેણી રમાશે. આ મેચો ડાવનમાં પણ રમાશે. પ્રથમ વનડે ૪ ઓગસ્ટે અને બીજી વનડે ૬ ઓગસ્ટે રમાશે.