સંજેલી તાલુકામાં મઘ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં 5 ઉમેદવારોએ મામલતદારને રજુઆત કરી

સંજેલી તાલુકાના થાળા સંજેલી, માંડલી, પીછોડા, બોડીયાભીત, કલ્યાણપુરા, અને નાના કાળીયા ડોકી મઘ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ભરતી પાડી હતી. જેમાં 27 જુનના રોજ સંજેલી મામલતદાર જે.પી.પટેલ દ્વારા ડોકયુમેન્ટ ચકાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ ઉમેદવારોએ ઉપસ્થિત રહી અને વિધવા અને અપંગના હોવાનો આધારા પુરાવા પણ રજુ કર્યા હતા. મામલતદારે નિવૃત્ત થતા પહેલા વિધવા મહિલાઓ સાથે અન્યાય કરી અન્ય મેરીટમાં ન હોવા છતાં પણ મહિલાઓને સંચાલકના ઓર્ડર આપી દેતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે છ સંચાલકોની ભરતીમાં નારાજ થયેલા વિધવા તેમજ અપંગ અને અન્ય એક મળી પાંચ ઉમેદવારોએ ઝાલોદ પ્રાંતના દ્વાર ખખડાવ્યા છે.30મીના રોજ સંજેલી મામલતદારે હાજર રહેવાનુ ફરમાન કર્યુ છે. ઝાલોદ પ્રાંતના દ્વાર ખખડાવતા 30મીના રોજ સંજેલી મામલતદારને હાજર રહેવા ઝાલોદ પ્રાંત અધિકારીએ નોટિસ પાઠવી હતી.