હાલોલ રેકડી વિસ્તારમાં દરજી ફળિયામાં જવાની ગલી પાસે જર્જરિત મકાન ધરાશાઈ થયુ : સદ્નસીબે જાનહાનિ ટળી

હાલોલ રેકડી વિસ્તારમાં આવેલ દરજી ફળિયામાં જવાના રસ્તાને અડીને આવેલ જર્જરિત મકાનનો હિસ્સો અચાનક ધરાશાઈ થયો હતો. સવારનો સમય હોવાથી રસ્તા ઉપર લોકોની અવર જવર ન હોવાથી કોઈ દુર્ધટના સર્જાઈ ન હતી.

હાલોલ બજાર વિસ્તારમાં જુની રાજદિપ સિનેમા પાછળના દરજી ફળિયામાં જવાના રસ્તા ઉપર આવેલ એક જર્જરિત બે માળના મકાનનો હિસ્સો વહેલી સવારના સમયે ધરાશાઈ થયો હતો. સવારનો સમય હોવાથી લોકોની અવર જવર ન હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સામાન્ય રીતે આમલીવાળા રસ્તા ઉપર લોકોની મોટાપ્રમાણમાં અવર જવર રહેતી હોય છે. સદ્નસીબે મકાનનો ભાગ ધરાશાઈ થયો તે સમયે કોઈ પસાર થતુ ન હોવાથી જાનહાનિ ટળી હતી. હાલોલ નગરપાલિકા દ્વારા અનેક જર્જરિત મકાનો ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવેલ છે તેમ છતાં આવા જર્જરિત જોખમી મકાનો ઉતારી લેવા માટે માલિકો તૈયાર ન હોવાથી જર્જરિત મકાનો પાલિકા દ્વારા દુર કરવામાં આવે તે જરૂરી છે.