હાલોલના કંજરી ગામે વૃષ્ટિ સોસાયટીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયેલ યુવાનને કરંટ લાગતા મોત

હાલોલ તાલુકાના કંજરી ગાયત્રી નગર પાસે વષ્ટિ સોસાયટીમાં રહેતા 26 વર્ષિય યુવાન સોસાયટીની પાણીની મોટર ચાલુ કરવા ગયેલ હોય દરમિયાન કરંટ લાગતા મોત નીપજવા પામ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના કંજરી ગામે વૃષ્ટિ સોસાટીમાં રહેતા પરેશભાઈ ડાહ્યાભાઈ સેનવા(મુળ રહે.ભીમકુઈ, ગળતેશ્ર્વર)28 જુલાઈના રોજ બપોરના સમયે સોાસયટીની પાણીની મોટર ચાલુ કરવા માટે ગયેલ હતા દરમિયાન આકસ્મિક રીતે કરંટ લાગવાથી મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.