ઘોઘંબા તાલુકાના ગોરાડા પાણી ગામે રહેતા ઈસમે પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી બાતમીના આધારે રેઈડ કરી રૂ.33,615/-નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકના ગોરાડાપાણી ગામે રહેતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ ભીમાભાઈ રાઠવાએ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સ્મુથનેશ વ્હિસ્કિના કવાટરીયા નંગ-249 કિ.રૂ.33,615/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી મળી નહિ આવતા આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.