- જીલ્લામાં તા. 29 મી જુલાઇ સવારથી 57.17 મી.મી. વરસાદ નોંધાયો.
મહીસાગર જીલ્લામાં આજરોજ સવારથી અત્યાર સુધી જીલ્લામાં કુલ 57.17 મી.મી. નવા નીરની આવક થઈ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 306 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં 124 મી.મી. નોંધાયો છે.
તાલુકા મુજબ વિગતની વાત કરીએ તો મહીસાગર જીલ્લામાં તા.29 મી જુલાઇ સવારથી ખાનપુર તાલુકામાં 59 મી.મી, કડાણા તાલુકામાં 30 મી.મી, સંતરામપુર તાલુકામાં 60 મી.મી, લુણાવાડા તાલુકામાં 124 મી.મી બાલાસિનોર તાલુકામાં 26 મી.મી અને વિરપુર તાલુકામાં 44 મી.મી.વરસાદ નોંધાયો છે.
જીલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો ખાનપુર તાલુકામાં 252 મી.મી, કડાણા તાલુકામાં 305 મી.મી, સંતરામપુર તાલુકામાં 374 મી.મી, લુણાવાડા તાલુકામાં 332 મી.મી. બાલાસિનોર તાલુકામાં 216 મી.મી. અને વિરપુર તાલુકામાં 357 મી.મી.વરસાદ નોંધાયો છે.