સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓ અને આખલાઓ આંતક મચાવ્યો. બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓનો થોડા સમય પહેલા પકડવા માટેનું ઝુંબેશ રહ્યો હતો. પરંતુ રખડતા પશુઓના માલિકો ફરીથી ગામની અંદર નગર ની અંદર રખડતા પશુઓની છૂટા મૂકી દેવામાં આવેલા હતા. તેના કારણે ફરીથી નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ આંતક મચાવતા હોય છે. નગરના દરેક વિસ્તારની અંદર રોડની વચ્ચોવચ બેસી જતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. જ્યારે બીજી બાજુ ચોમાસા દરમિયાન રોડ ઉપર જ ચારે બાજુ બગાડ કરીને ગમતી ફેલાવી રહેતા હોય છે.
એસટી ડેપોમાં કોમ્પ્લેક્સમાં સરકારી કચેરીઓમાં દરેક જગ્યાએ બેસીને ખરાબ કરી મૂકતા હોય છે. દિન પ્રતિદિન રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે. આજે સવારે ગોધરામાં પણ વિસ્તારમાં કલાકો સુધી બે આખલાઓ બાખડતા આંતક મચાવેલો હતો. માંડમાંડ સ્થાનિક લોકોએ ડંડાઓ વડે છુટા પડ્યા હતા. તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. કેટલાક વાહનોને નુકશાન પણ કર્યું હતું. ફરીથી નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની ઝુંબેશ કરવામાં આવે તેવી નગરજનો ઈચ્છી રહ્યા છીએ.