ઢાકા,
ભારત વિરુદ્ધ ૩ મેચોની વન-ડે સીરિઝ માટે બાંગ્લાદેશે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશની આ ટીમમાં દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસનની વાપસી થઇ ગઇ છે. વન-ડે સીરિઝની પહેલી મેચ ૪ ડિસેમ્બરના રોજ રમાશે. વન-ડે સિવાય ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝ પણ રમાવાની છે. યાસિર અલીએ સીરિઝ માટે ૫૦ ઓવરના સેટઅપમાં વાપસી કરી છે, જ્યારે ફાસ્ટ બોલર ઇબાદત હોસેન ઝીમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી એકમાત્ર વન-ડે મેચમાં સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા બાદ તે પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યો છે.
ઇબાદત હોસેનને શરૂઆતમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો નહોતો, પરંતુ ત્યારબાદ તેને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે પોતાની પહેલી મેચમાં ૨ વિકેટ લઇને ટીમ મેનેજમેન્ટનો ભરોસો જીતી લીધો હતો. મોહમ્મદ નાઇમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સીરિઝ અગાઉ ૨ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રમશ: ૪ અને ૭ ડિસેમ્બરે થશે, જ્યારે ત્રીજી મેચ ૧૦ ડિસેમ્બરે ચિટગાંવના જહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં થશે. ભારતની સીનિયર ટીમ સિવાય ભારત-છની ટીમ પણ બાંગ્લાદેશ પ્રવાસ પર જઇ રહી છે.
તમીમ ઇકબાલ (કેપ્ટન), લિટન દાસ, અનામૂલ હક, શાકિબ અલ હસન, મુશફિકર રહીમ, અફીફ હોસેન, યાસિર અલી, મેહદી હસન, મુસ્તફિઝુર રહમાન, તસ્કીન અહમદ, હસન મહમૂદ, એબાદત હોસેન, નસૂમ અહમદ, મહમુદુલ્લાહ, નજમૂલ હુસેન શાન્તો અને નુરૂલ હસન.
વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ થઇ ચૂકી છે. રોહિત શર્મા કેપ્ટન્સી કરશે. તે આરામ બાદ પાછો આવી રહ્યો છે. એ સિવાય પણ ઘણા અન્ય સીનિયર ખેલાડી ટીમમાં વાપસી કરી રહ્યા છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શાહબાજ અહમદ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર અને કુલદીપ સેન.
ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ:
પહેલી વન-ડે: ૪ ડિસેમ્બર, ઢાકા, (૧૨:૩૦ વાગ્યે)
બીજી વન-ડે: ૭ ડિસેમ્બર, ઢાકા, (૧૨:૩૦ વાગ્યે)
ત્રીજી વન-ડે: ૧૦ ડિસેમ્બર, ઢાકા (૧૨:૩૦)
પહેલી ટેસ્ટ: ૧૪-૧૮ ડિસેમ્બર (ચિટગાંવ)
બીજી ટેસ્ટ, ૨૨-૨૬ ડિસેમ્બર, ઢાકા.