જીલ્લા રોજગાર વિનિમય કચેરી નડીઆદ દ્વારા 31 જુલાઈના રોજ ધી મોર્ડન હાયર સેક્ધડરી સ્કૂલ, સેવાલીયા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

  • રોજગારવાંચ્છુ ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડીઆદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.31-07-2024 નારોજ સવારે 11:30 કલાકે ધી મોર્ડન હાયર સેક્ધડરી સ્કૂલ, મું-સેવાલીયા, તા.ગળતેશ્ર્વર, જી.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ખેડા જીલ્લાના તેમજ જીલ્લા બહારના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 30 વર્ષની ઉંમરના ધો. 10-પાસ/ 12-પાસ/ આઈ.ટી.આઈ- ટર્નર/ ફિટર/ ઇલેકટ્રીશીયન/ મોટરરિવાઇન્ડીંગ/ વાયરમેન/ વેલ્ડર તેમજ ડિપ્લોમા (મિકેનીકલ/ઇલેકટ્રીકલ) તથા B.com/M.com/M.B.A જેવી લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF705898589 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.