શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો : એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની

શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું.

પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં ભાગ લેશે. જેમાં શૂટિંગ, હોકી, તીરંદાજી, બેડમિન્ટન અને બોક્સિંગનો સમાવેશ થાય છે.

મેડલ ટેલીમાં ભારત પાસે માત્ર એક મેડલ છે અને તે પણ શૂટર મનુ ભાકરે જીત્યો છે. આવી સ્થિતિમાં ભારતને મનુ પાસેથી વધુ એક મેડલની અપેક્ષા છે. તે સરબજોત સાથે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમની બ્રોન્ઝ મેડલ મેચ રમશે. ભારતીય જોડી ક્વોલિફિકેશનમાં નાના માર્જિનથી ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ હતી. પિસ્તોલ ઉપરાંત શોટગન શૂટર્સ ટ્રેપ મેન્સ અને વુમન્સ કેટેગરીની ક્વોલિફિકેશન મેચમાં ભાગ લેશે.

મનુ-સરબજોતની જોડીને બ્રોન્ઝ મળ્યો, પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું. મનુ ભાકરે પેરિસ ગેમ્સનો પહેલો મેડલ પણ જીત્યો હતો. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.