પંચમહાલ દુધ સંધ ગોધરાની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

  • દુધ સંધના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા નાણાંકીય વર્ષના નફા-નુકશાનની ચર્ચા કરી.

ધી પંચમહાલ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લી. ગોધરાથી 51મી વાર્ષીક સાધારણ સભાનુંં આયોજન દુધ પટાંગણમાં કરવામાંં આવ્યું હતું.

દુધ સંધ આયોજીત દુધ મંડળીઓના ચેરમેન દુધ સંધના નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. વાર્ષીક સાધારણ સભા દુધ સંંધના ચેરમેન જેઠાભાઇ ભરવાડ નાણાંકીય વર્ષના નફા-નુકશાન, વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશેની સભાસદોને માહિતી આપી હતી. દુધ સંધ સમન પ્રગતિના શિખરો સર કરી વિકાસના માર્ગ અગ્રેસર થઈ વર્ષ 2023-24 દરમિયાન દુધ સંંધે 100 કરોડ કિલો દુધ સંપાદન કરવાની સિઘ્ધી હાંસલ કરી છે. તેમજ રૂા.5440 કરોડનું દુધ તેમજ દુધની બનાવટોનું વેચાણ કરેલ છે. ગત વર્ષની સરખામણીમાં વેચાણમાં 31 ટકાનો વધારો થયેલો છે. વર્ષ 2023-24માંં સભાસદોને મહતમ 20 ટકા ડિવીડન્ડ આપવામાં આવ્યું. તેમજ દુધ સંંધે દરમિયાન કરેલી પ્રગતિ તેમજ આવનાર વર્ષમાંં અમલમાંં આવનાર દુધ સંધના વિવિધ પ્રોજેકટોની માહિતી આપી હતી. સભાના અંતમાં તમામ સહકારી, નાણાંકીય સંસ્થાઓ તેમજ અધિકારીઓનો દુધ સંધના એમ.ડી.એ આભાર માન્યો હતો.