પંચમહાલ જીલ્લામાં સૌથી વધુ ચાંદીપુરમ વાયરસના કેસ નોંધાતા NIV ની અને NCDCના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગામોની મુલાકાત લેવાઈ

ગોધરામાં નવી દિલ્હીની NCDC ટીમના સભ્યો આવી પહોંચ્યા.ગોધરા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી.ગોધરા તાલુકા સહિત પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરમ વાયરસને પગલે સ્થાનિક પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગની કામગીરી બાદ NIC પુનાની ટીમ ગોધરા આવી પહોંચી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ જરૂરી તપાસ હાથ ધરી હતી.

ત્યારે આજે નવી દિલ્હી થી NCDC (નેશનલ સેન્ટર ઓફ ડીસીસ કંટ્રોલ)ની ટીમના ચાર સભ્યો પણ આજે ગોધરામાં આવી પહોંચ્યા હતા અને ચાંદી પુરમ વાયરસ અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં NCDC ટીમ દ્વારા પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પંચમહાલ જીલ્લામાં ચાંદી પુરમ વાયરસનાં કુલ 15 કેસો અત્યાર સુધીમાં નોંધાવા પામ્યા છે. જેમાં 7 કેસ પોઝિટીવ અને 8 કેસો નેગેટિવ આવ્યા છે. જેમાં 7 બાળકોના મોત નિપજવા પામ્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની આરોગ્યલક્ષી કામગીરી કરી હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે નિર્ણયના પગલે પુના થી NIVના નિષ્ણાત વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા ખાતે આવી વાયરસ સબંધિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ જરૂરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજે ગોધરા ખાતે નવી દિલ્હી થી NCD ની ટીમના ચાર સભ્યો આવી પહોંચ્યા હતા અને પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

પંચમહાલ જીલ્લામાં સૌથી વધુ ચાંદીપુરમ વાયરસના કેસો નોંધાતા પુના ખાતેથી એનઆઈવીની વૈજ્ઞાનિકોની ટીમ બાદ નવી દિલ્હી ખાતેથી એનસીડીસીની એક ટીમ આજે પંચમહાલની મુલાકાતે આવી છે. પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરમ ના શંકાસ્પદ 15 જેટલા કેસો નોંધાયા હતા. જે પૈકી સાત કેસો પોઝિટિવ આવ્યા છે અને આઠ કેસો નેગેટિવ આવ્યા છે. જે પૈકી સાત બાળકોના મોત થવા પામ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પંચમહાલ જીલ્લામાં નોંધાતા પુને ખાતેથી એનઆઇવીની પાંચ વૈજ્ઞાનિકોની ટીમ પંચમહાલ જીલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી હતી.

એ બાદ આજે એનસીડીસી, નવી દિલ્હી થી વધુ એક ટીમ પંચમહાલ જીલ્લાની મુલાકાતે આવી છે. એનસીડીસી નવી દિલ્હીથી આવેલી ટીમ દ્વારા પંચમહાલ જીલ્લાના જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં જેમાં મોર ડુંગરા, કોટડા અને ધોળા કૂવા ગામે પહોંચી અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ટીમ દ્વારા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ડસ્ટિંગ તેમજ દવાના છંટકાવ અને કાચા તેમજ પાકામાં મકાનોની તિરાડોમાં પૂરવામાં આવેલી દવાની કેટલી અસરકારકતા છે તે તપાસવામાં આવી હતી. ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી નો અહેવાલ કેન્દ્રના આરોગ્ય વિભાગને સોંપવામાં આવનાર છે. તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરમનો એક પણ કેસ ન નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ એ રાહતનો શ્વાસ લીધો છે.