શહેરાના મોરવા રેણા ચોકડી પાસે નાકાબંધી કરી કારમાંં લઈ જવાતો 1.38 લાખનો ઈંગ્લીશ દારૂ એલ.સી.બી.એ ઝડપ્યો

શહેરા તાલુકાની મોરવા રેણા ચોકડી ઉપર એલ.સી.બી.પોલીસના પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કારને ઉભી રાખવા ઈશારો કરતાં કાર ઉભી રાખી ન હતી. જેથી પોલીસ કારનો પીછો ઢાકલીયા રોડ ઉપર કાર મુકી નાશી છુટીયો હતો. પોલીસે કાર માંથી ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી 1,38,960/-રૂપીયા તેમજ કાર મળી 3,38,960/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના મોરવા રેણા ચોકડી રોડ ઉપર એલ.સી.બી.પોલીસ પેટ્રોલીંગમાં હતી. નાકાબંધી કરી વાહન ચેકીંગમાંં હોય દરમિયાન શંકાસ્પદ કાર નં.એચઆર.26.એએકસ.5501ને ઉભી રાખવા પોલીસ દ્વારા ઇશારો કરતાં કાર ચાલકે વાહન ઉભુંં નહિ રાખી ઢાકલીયા રોડ ઉપર કબ્રસ્તાન નજીક કોટની પાછળ કારને બિનવારસી મુકીને રાતના અંધારામાં ચાલક નાશી છુટેલ હતો. એલ.સી.બી.પોલીસે કારમાંં તપાસ કરી હતી. જેમાં કાર માંથી ડીલકસ વ્હીસ્કી કવાટરીયા નંગ-864 તથા બીયર ટીન નંગ-360 મળી કુલ 1,38,960/-રૂપીયા તેમજ કાર મળી કુલ 3,38,960/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવામાંં આવ્યો છે.