યુપી વિધાનસભા ચોમાસુ સત્રની હંગામા સાથે શરૂઆત,ભારે હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત

  • સત્ર તોફાની બને તેવી શક્યતા છે. વિપક્ષે દુષ્કાળ, પૂર, વીજકાપ અને ખેડૂતોના મુદ્દાને ઘેરવાની તૈયારી કરી

ઉત્તરપ્રદેશ વિધાનસભાના ચોમાસા સુત્રના પ્રથમ દિવસે ભારે હંગામો થયો હતો જેને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક મોરચે રાજ્યના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે – પછી તે રસ્તા, પાણી, વીજળી, શાળાઓ, હોસ્પિટલો કે કાયદો અને વ્યવસ્થા હોય. આવતીકાલે અમે પૂરક બજેટ લાવીશું, અમે રાજ્યના વિકાસને વેગ આપવા માટે તેમના કાર્યમાં સંકલ્પબદ્ધ છીએ.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષના સભ્યો ગમે તે રચનાત્મક મુદ્દાઓ પર ગૃહનું યાન દોરવા માંગે છે. રાજ્યના વિકાસ અને લોક કલ્યાણને લગતી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ વિનંતી કરી કે ગૃહ ચર્ચા માટેનું પ્લેટફોર્મ બનવું જોઈએ. સરકાર દરેક મુદ્દા પર સંપૂર્ણ તત્પરતા સાથે જવાબ આપશે. મુખ્યમંત્રીએ માનનીય સભ્યોને અપીલ કરી હતી કે ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલે અને વિધાનસભાની કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. આ માટે, હું માનનીય સભ્યોને અપીલ કરીશ કે તેઓ ચોમાસુ સત્રને સરળ રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપે.

આ પહેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને સપાના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવ્યા હતા. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે.ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ સમાજવાદી પાર્ટીના નેતા માતા પ્રસાદ પાંડેનું સ્વાગત કર્યું, જેમને ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે, સમાજવાદી પાર્ટી (સપા) ના ધારાસભ્યો ગૃહમાં આવ્યા અને વીજળી, પૂર અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો ઉત્તર પ્રદેશના વિપક્ષી નેતા અને સપાના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડે કહ્યું હતું કે છે કે રાજ્ય આ સમયે ખૂબ જ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, પૂર, કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર વ્યાપક રીતે ફેલાયો છે જોકે સ્પીકર સતીશ મહાનાએ તેમને કહ્યું કે અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તમે વિપક્ષના નેતા છો, તમને નોટિસ આપવાનો અધિકાર છે, અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. સરકાર જવાબ આપવા માટે તૈયાર છે.વિધાનસભામાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના કેબિનેટના ચાર નવા પ્રધાનો, ઓપી રાજભર, અનિલ કુમાર, દારા સિંહ ચૌહાણ અને સુનીલ શર્માને ગૃહમાં રજૂ કર્યા.

સત્ર દરમિયાન, સરકાર વતી, યુપી ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓડનન્સ-૨૦૨૪, યુપી સ્ટેટ કેપિટલ રિજન એન્ડ અધર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓડનન્સ-૨૦૨૪, યુપી નઝુલ પ્રોપર્ટી (વ્યવસ્થાપન અને જાહેર હેતુઓ માટે ઉપયોગ) વટહુકમ-૨૦૨૪, યુપી લૉઝ એમેન્ડમેન્ટ ઑડનન્સ-૨૦૨૪ -૨૦૨૪ અને પેપર્સ લીક રોકવા સંબંધિત ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઓડનન્સ-૨૦૨૪ સહિત અન્ય ઘણા વટહુકમ પણ પસાર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સત્ર દરમિયાન વિપક્ષનું વલણ પણ આક્રમક રહે તેવી પૂરી સંભાવના છે. જોકે, રવિવારે વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષના નેતાઓએ ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે સહકારની ખાતરી આપી છે. તે જ સમયે, જો સૂત્રોનું માનીએ તો, વિપક્ષ પૂર, દુષ્કાળ, વીજળી કાપ અને ખેડૂતોને લગતા મુદ્દાઓને જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે.

રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. સત્ર દરમિયાન, સરકાર ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫) માટે તેનું પ્રથમ પૂરક બજેટ રજૂ કરશે. આ બજેટનું કદ ૨૦ હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાણાપ્રધાન સુરેશ ખન્ના ૩૦ જુલાઈએ પૂરક રજૂ કરશે. ૧ ઓગસ્ટના રોજ પસાર કરવામાં આવશે. આ સિવાય સત્રમાં એક ડઝનથી વધુ વટહુકમ પણ પસાર કરવામાં આવશે.