ગયાં બે અઠવાડિયાંથી જમ્મુ અને કાશ્મીર ખીણ પ્રદેશમાં હીટવેવની પરિસ્થિતિ છે અને શ્રીનગરમાં તાપમાન ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ અત્યાર સુધી નોંધાયેલા ઉચ્ચ તાપમાનમાં ચોથા ક્રમાંકનું તાપમાન હતું. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખીણ પ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે અને લોકોને બપોરે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની તાકીદ કરવામાં આવી છે.
લોકોને પાણી પીવા અને હાઇડ્રેટેડ રહેવા જણાવવામાં આવ્યું છે. કાશ્મીરમાં શહેરો અને ગામડાંમાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. નદીઓ, ઝરણાં, જળાશયો અને કૂવામાં પાણીની સપાટી ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે. ૩૮.૩ ડિગ્રી – શ્રીનગરમાં આટલું તાપમાન ૧૦ જુલાઈ ૧૯૪૬ના રોજ નોંધાયું હતું ૩૭ ડિગ્રી – શ્રીનગરમાં આટલું તાપમાન ૯ જુલાઈ ૧૯૯૯ના રોજ નોંધાયું હતું ૩૬.૬ ડિગ્રી – શ્રીનગરમાં આટલું તાપમાન ૧૯૭૭માં નોંધાયું હતું ૩૬.૨ ડિગ્રી – શ્રીનગરમાં આટલું તાપમાન ગઈ કાલે નોંધાયું હતું