એક ઈસ્લામિક દેશ કે જ્યાં મુસ્લિમની વસ્તી ૯૬ ટકા છે તે દેશમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઈસ્લામિક દેશ તાઝિસ્ટન છે જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આ નવા કાયદામાં તે પણ કહેવામાં આવ્યું છે કે, જે કોઈ પણ આ કાયદાનો ભંગ કરશે તેને ૬૨ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. તેટલું જ નહીં પરંતુ તાજિકિસ્તાનમાં જાડી દાઢી રાખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તાઝિકિસ્તાન કે જે એક ઈસ્લામિક દેશ છે ત્યાં બુરખો પહેરવા ઉપર અને જાડી દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તકાકિસ્તાનના સદના ઉપલા ગૃહ ‘મજલિસી મિલી’માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ, ઇદ અલ-ફિત્ર અને ઇદ અલ-અધા માટે બાળકોની ઉજવણીમાં વિદેશી પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આ સમય દરમિયાન, બાળકો લોકોનું અભિવાદન કરવા માટે તેમના ઘરની બહાર આવે છે. એડમિનિસ્ટ્રેટિવ વાયોલેશન કોડમાં સુધારાને મંજૂરી આપ્યા બાદ આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ આ દેશ કે જ્યાં પ્રમુખ વસ્તી જ મુસ્લિમની છે ત્યાં બુરખા ઉપરાંત બિનસત્તાવાર રીતે જાડી દાઢી પર પ્રતિબંધ મુકાયો છે. અહી ઉલ્લેખનીય છે કે, વર્ષમાં ૨૦૦૭ માં તાજિકિસ્તાનના શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે ઇસ્લામિક ડ્રેસ અને પશ્ર્ચિમી શૈલીના મિનીસ્કર્ટ બંને પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં આ પ્રતિબંધ તમામ જાહેર સંસ્થાઓ સુધી લંબાવવામાં આવ્યો હતો.
તેમના દેશના લોકો પણ સરકારના આ નિર્ણય બાદથી ખુશ નથી. તાઝિકિસ્તાન સરકારના આ નિર્ણયની દેશભરમાં ટીકા થઈ રહી છે. માનવાધિકાર સંગઠનો સહિત મુસ્લિમો સાથે જોડાયેલા ઘણા જૂથોએ નવા કાયદાનો વિરોધ કર્યો છે. ભલે તાજિકિસ્તાનમાં હવે હિજાબ વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ તાજિકિસ્તાનની સરકારે હંમેશા હિજાબનો વિરોધ કર્યો છે. તે તેને દેશના સાંસ્કૃતિક વારસા અને વિદેશી પ્રભાવ માટે ખતરો માને છે. ૨૦૧૫ માં રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાને પણ હિજાબ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.
સરકાર દ્વારા આ નવા કાદયાનો ભંગ કરનારા લોકોના ઉપર દંડ ફટકારવાની વાત કહી છે. સરકારના નવા કાયદાનો ભંગ કરવા બદલ ૭,૯૨૦ સોમોની (સ્થાનિક ચલણ) અથવા કાનૂની સંસ્થાઓ માટે રૂ. ૬૨,૧૭૨ થી લઈને ૩૯,૫૦૦ સોમોની (રૂ. ૩.૧૦ લાખ) સુધીનો દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય સરકારી અધિકારીઓ અને ધામક અધિકારીઓને દોષિત ઠેરવવા પર ૫૪,૦૦૦ સોમોની (રૂ. ૪.૨૪ લાખ) થી ૫૭,૬૦૦ સોમોની (રૂ. ૪.૫૨ લાખ) સુધીનો દંડ ફટકારવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.