મહારાજાની હિન્દી રીમેક માટેના આમિરખાને રાઈટ્સ ખરીદી લીધા!

વિજય સેતુપતિની તામિલ ફિલ્મ ’મહારાજા’ની હિન્દી રીપેકના રાઈટ્સ આમિર ખાને ખરીદી લીધા હોવાના સમાચાર છે. ’મહારાજા’ લોકોની સાથે ક્રિટિક્સને પણ ગમી હતી. આ ફિલ્મમાં આમિર લીડ રોલ ભજવશે એવી પણ ચર્ચા છે.

હજી સુધી તેના તરફથી એ વિશે કોઈ ચોકક્સ જાહેરાત નથી કરવામાં આવી. ૧૪ જુને રીલીઝ થયેલી ફિલ્મ ’મહારાજા’એ રિલીઝનાં ત્રણ અઠવાડિયામાં સો કરોડનો બિઝનેસ કરી લીધો હતો.

આ ફિલ્મને પ્રોડયુસ કરવાની સાથે એમાં આમિર પિતાનો રોલ કદાચ ભજવી શકે છે. એવું કહેવાય છે કે આ ફિલ્મમાં આમિર પોતાનો અંદાજ અને અનોખી સ્ટોરી પણ લાવી શકે છે. હાલમાં આમિર તેની ’સિતારે ઝમીં પર’ ફિલ્મમાં બિઝી છે.

વિજય સેતુપતિની તામિલ ફિલ્મ ’મહારાજા’ સાઉથમાં ખૂબ હિટ થઈ છે. એવા કેટરિના કૈફને પણ આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે. વિજય સેતુપતિની આ પચાસમી ફિલ્મ છે. એમાં અનુરાગ કશ્યપ પણ જોવા મળે છે.વિજય સેતુપતિ અને કેટરિના બન્નેએ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ’મેરી ક્રિસમસ’માં સાથે કામ કર્યું હતું. ’મહારાજા’ જોયા બાદ ઈન્સ્ટાસ્ટારી પર કેટરિનાએ લખ્યું કે ’આ અદ્ભૂત ફિલ્મ છે, ગજબની એની સ્ટોરી છે’.