પંચમહાલ એલસીબી પોલીસે ગોધરાના સિગ્નલ ફળિયા તલાવડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પંચમહાલ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ તલાવડી પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે ચોકકસ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જેમાં પોલીસે સ્થળ પર ટોળું વળીને જુગાર રમતા 10 ઈસમોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમોને તેઓના નામઠામ પુછતા તેઓએ પોતાના નામ મહેબુબ ઉર્ફ કાળો સિદ્દીક ચાંદલીયા, અનસ અન્નુખાન ઉર્ફે લાધેડો મુસા સમોલ, તૈયબ ઈકબાલ ચાણકી, ઈલ્યાસ હુસેન મુલ્લા, ઈલ્યાસ ઈસ્માઈલ કાલુ, ઈસ્હાક હુસેન નાટી, ઈલ્યાસ યાકુબ મખમલ, શોએબ અબ્દુલ હસન, અલ્તાફ અહેમદ તાસીયા અને મુસ્તાક ગફાર પઠાણ જણાવ્યા હતા. જયારે પકડાયેલા ઈસમોની અંગઝડતી કરતા રોકડ રૂ.6,410/-અને દાવ પરથી રૂ.5,640/-મળીને કુલ રોકડ રૂ.12,050/-મળી આવ્યા હતા. પોલીસ દ્વારા રોકડ મુદ્દામાલ કબ્જે લીધો હતો.