- પી.એચ.સી. અને સી.એચ.સી.માં સર્પડંશના એન્ટિ વાયલ ન હોવાથી સિવિલ સુધી લાંબા થવુ પડે છે
પંચમહાલ જિલ્લાના ત્રણ તાલુકામાં અલગ અલગ ગામોમાં 6 જેટલી વ્યકિતઓને સાંપ કરડવાના બનાવો સામે આવ્યા હતા. તમામ વ્યકિતઓને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીએચસી કેન્દ્રો ખાતે વાયલનો અભાવ હોય જેને લઈ જિલ્લાની સરકારી હોસ્પિટલ સુધી લાંબા થવુ પડે છે.
પંચમહાલ જિલ્લાના શહેરા, કાલોલ અને ગોધરા તાલુકાના અલગ અલગ ગામોમાં છ જેટલી વ્યકિતઓને સાંપ કરડવાના બનાવો સામે આવ્યા છે. ગામોમાં આવેલ પીએચસી કેન્દ્રો ખાતે વાયલના અભાવે ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલમાં તમામ 6 વ્યકિતઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચોમાસાની સીઝનમાં સાંપ કરડવાના કિસ્સાઓ વધુ સામે આવતા હોય ત્યારે પીએચસી, સીએચસી કેન્દ્રો ખાતે વાયલની વ્યવસ્થા મળી રહે તો માનવ જીવ બચી શકે છે. સાંપ કરડવાના બનાવોમાં સમયસર સારવાર મળી રહે તે જરૂરી છે. સાંપ કરડવાના બનાવો સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવેલ દર્દઓ પૈકી એક દર્દીને વધુ સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.